VIDEO: સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ધોલેરાના રતનપુર ગામે મૃતદેહને ઘૂંટણસમા પાણીમાંથી લઈ જવાની મજબૂરી
સોર્સ : gstv
વિકાસની આંધળી દોટ વચ્ચે અમદાવાદ જિલ્લાના ધોલેરા સ્માર્ટ સિટી અને લોથલ પ્રોજેક્ટની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે તેની નજીક આવેલા ધંધુકાના રતનપુર ગામમાંથી હૃદયદ્રાવક હકીકત સામે આવી છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંના લોકોને પાયાની સુવિધાઓ મળી નથી અને ગામમાં સ્મશાન સુધી જવાનો યોગ્ય રસ્તો જ ન હોવાથી અંતિમયાત્રા આકરી કસોટી બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રામજનોએ 12 મૃતદેહોને પાણીમાં થઈને નદી-નાળાં ટાંપીને સ્મશાન સુધી લઈ જવાની નોબત આવી છે. ચોમાસામાં ચારેય તરફ પાણી ભરાઈ જવાના કારણે સ્મશાનગૃહની એકમાત્ર ઓરડીમાં જ અંતિમક્રિયા કરવી પડે છે. સ્થાનિક તંત્ર અને નેતાઓ સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ વાયદા જ મળ્યા છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે કાગળ પરના વિકાસ વચ્ચે આ ગરીબ ગામડાના લોકોને ક્યારે પાયાની સુવિધાઓ મળશે?

