VIDEO : આધુનિક વિદેશી પેલિકન સિગ્નલ છતાં વાહનચાલકો બેફામ
સોર્સ : GSTV
શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમદાવાદના રસ્તા પર રાહદારી તરીકે રસ્તો ઓળંગવો આટલો જોખમી કેમ છે.હવે આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ મહાનગરપાલિકા સી.જી. રોડ પર વિદેશ જેવું આધુનિક ‘પેલિકન ટ્રાફિક સિગ્નલ’ લઈને આવ્યું છે. તમારે બસ રસ્તો ઓળંગવા માટે સિગ્નલનું બટન દબાવવાનું છે, જેથી ટ્રાફિક લાલ થઈ જાય અને તમે આરામથી નીકળી શકો! પરંતુ, વાસ્તવિકતા એ છે કે બટન દબાવ્યા પછી સિગ્નલ લાલ થાય તો પણ વાહનચાલકો તેને ગાંઠતા નથી અને પૂરપાટ ઝડપે વાહનો હંકારે છે. ડેમોમાં પણ જોવા મળ્યું કે સિગ્નલ હોવા છતાં કોઈ થોભતું નથી, તો પછી આવી મોંઘી સિસ્ટમનો શું ફાયદો. જ્યારે વાહનચાલકો જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય, ત્યારે ટેકનોલોજી કેવી રીતે જીવ બચાવશે

