Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Demand for Traditional Design Umbrellas Increases Before Navratri

VIDEO: નવરાત્રી પહેલાં ટ્રેડિશનલ ડિઝાઈનવાળી છત્રીઓની ડિમાન્ડ વધી

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના બજારોમાં અવનવી ડિઝાઇનર અને ડેકોરેટિવ છત્રીઓ વેચાણ માટે તૈયાર છે. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરિધાન, ઓર્નામેન્ટ અને દાંડિયા સાથે રંગબેરંગી આકર્ષક છત્રીઓ ખરીદતા જોવા મળી રહ્યા છે. ગરબા દરમિયાન વિવિધ પ્રાઈઝ જીતવાની સ્પર્ધા હોવાથી ખેલૈયાઓ ડેકોરેટિવ છત્રી સહિતના પ્રોપ સાથે ગરબા કરવાનું પસંદ કરે છે. અમદાવાદના ડબગરવાડમાં મોટા પાયે છત્રીઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ છત્રીઓ મોકલવામાં આવે છે. 

App Store

વિવિધ પ્રકારના ભરતકામ, આભલા, કોડી વર્ક, ટિક્કી વર્ક અને જરી વર્કથી નાની-મોટી આકર્ષક છત્રીઓ તૈયાર કરવામાં આવે છે. કારીગરો નવરાત્રીના બે મહિના પહેલાંથી જ છત્રીઓ બનાવવાની કામગીરી શરૂ કરી દે છે. ખેલૈયાઓમાં ટ્રેન્ડી અને રંગબેરંગી છત્રીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી ડેકોરેટિવ છત્રીઓની કિંમત સામાન્ય રીતે 100 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધી જોવા મળી રહી છે. અમદાવાદના ડબગરવાડમાં પેઢીઓથી પરંપરાગત ટ્રેડિશનલ ડિઝાઈનવાળી છત્રીઓ બનાવવાનું કામ ચાલતું આવી રહ્યું છે.