VIDEO: લીંબુના ભાવમાં મોટો ભડકો, નવરાત્રી બાદ ભાવ ઘટાડાની આશા
સોર્સ : gstv
અમદાવાદમાં શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રિટેલ માર્કેટમાં 250 ગ્રામ લીંબુનો ભાવ 70થી 100 રૂપિયા છે, એટલે કે કિલો દીઠ 280થી 400 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે. જ્યારે APMC હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ 60થી 180 રૂપિયા પ્રતિ કિલો છે. ગત વર્ષે ભાદરવા મહિનામાં હોલસેલ ભાવ 20થી 40 રૂપિયા હતો, જે હાલ ત્રણથી ચાર ગણો વધી ગયો છે. આવકમાં ઘટાડો અને માંગ વધુ હોવાના કારણે ભાવ વધ્યા છે, હાલ અમદાવાદ માર્કેટમાં હૈદરાબાદ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને સ્થાનિક ગુજરાતમાંથી લીંબુની આવક થઈ રહી છે. વેપારીઓ આશા રાખી રહ્યા છે કે નવરાત્રી પૂર્ણ થયા બાદ નવી આવક શરૂ થતાં લીંબુના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

