Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Mix a spoonful of curd, sandalwood powder and lentil flour with a few drops of lemon juice

Sahiyar : એક ચમચો દહીં, ચંદન પાવડર અને મસૂરદાળનાં લોટમાં થોડા ટીપાં લીંબુના રસમાં નાંખી ચહેરા પર લગાડવું

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : એક ચમચો દહીં, ચંદન પાવડર અને મસૂરદાળનાં લોટમાં થોડા ટીપાં લીંબુના રસમાં નાંખી ચહેરા પર લગાડવું
સોર્સ : GSTV

ચામડાના જોડા અથવા બેગ પર કરચલીઓ પડી ગી તો વેસલિન લગાડી થોડી વાર પછી બ્રશ ફેરવવાથી કરચલીઓ આછી થઈ જશે.

App Store

- બેલ્ટ કે પાયજામામાં પડેલી ગાઠ કે પછી દોરીમાં પડેલી ગાંઠ ઉકેલાતી ન હોય તો તેને થોડી વાર પાણીમાં પલાળી  દેવાથી ગાંઠ પાણીથી ફૂલીને નરમ થઇ જશે. અને ગાંઠ સરળતાથી ઉકેલાઈ જશે.

- પ્લાસ્ટિકને સાફ કરવા તેના પર મીઠો સોડા નાખી રગડીને ભીના કપડાથી સાફ કરવાથી પ્લાસ્ટિક ચકચકિત થઇ જશે.

- પેટમાં બળતરા થતી હોય તો લવિંગ અને ખડી સાકર ભેળવી વાટી   જરૂર પૂરતું પાણી ઉમેરવું. પેસ્ટ જેવું બનાવી પાણી સાથે લેવાથી ઠંડક થશે.

- મરીનો ભૂકો બાળી તેનો ધૂમાડો લેવાથી હેડકી બંધ થાય છે.

- એક ચમચો આમળાનો ભૂક્કો,એક ચમચો બહેળા,એક ચમચો ત્રિફળાને ભેળવી તેનાથી વાળ ધોવાથી વાળ કાળા સુંદર અને ઘટ્ટ રહે છે.

- વાળની જડમાં દહીં લગાડી બરાબર મસાજ કરી પંદર મિનિટ રાખી વાળ ધોવાથી વાળ મુલાયમ થશે.તેમજ ખોડાની ફરિયાદ દૂર થશે.

- લાલ મરચું પીસતી વખતે તેમાં એક ચમચો સરસવનું તેલ નાખવાથી મરચાંની ધાંસ નહીં ઊડે. એટલે કે આંખ,નાક,હાથ વગેરેમાં મરચાંથી બળતરા નહીં થાય.

- જખમને  ઇન્ફેકશન ન લાગે અને સેપ્ટિકથી બચાવવા માટે જખમને પાણીથી ધોવો.

- મિનાક્ષી તિવારી