VIDEO: અમદાવાદ શહેરમાં મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી: પૂર્વ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે, શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાંની સાથે જ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.ખાસ કરીને કૃષ્ણનગર, ઓઢવ, નિકોલ અને નરોડા જેવા મુખ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અચાનક શરૂ થયેલા આ સંતોષકારક વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

