Ahemdabad News: ટ્રાઇડન્ટ એલેન્ઝામાં યોજાયો વેશભૂષા કાર્યક્રમ, એચઆરએફઆઈ દ્વારા કરવામાં આવ્યું યુવા મંડળનું સન્માન

સોર્સ : GSTV
અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં આવેલા ઉમિયાધામ નજીક વિસ્તારના ટ્રાઇડન્ટ એલેન્ઝા કોમ્પ્લેક્સમાં તાજેતરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રિના પાંચમા નોરતે વેશભૂષાનો કાર્યક્રમ યાજવામાં આવ્યો હતો. જેમાં હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (એચઆરએફઆઈ)ના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રીમતી જિજ્ઞા એસ. તિવારી, ગુજરાત પ્રદેશ મહાસચિવ જીગ્નેશ શાહ તથા સમગ્ર સંસ્થા ટીમનું ટ્રાઇડન્ટ એલેન્ઝા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં એચઆરએફઆઈના પ્રતિનિધિઓ દ્વારા બેસ્ટ ખેલૈયાઓ માટે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મંડળના સભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે બધા હાજરીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યા અને ભવિષ્યના સહયોગની વાત કરવામાં આવી.


