Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Cyclist hit by car driver in Krishnanagar

VIDEO: અમદાવાદમાં કૃષ્ણનગરમાં સાયકલ ચાલકને કાર ચાલકે મારી ટક્કર

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં વધુ એક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે. શહેરના  કૃષ્ણનગર વિસ્તારમાં સરદાર ચોક પાસે ગઈકાલે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે એક સાયકલ ચાલકને જોરદાર ટક્કર મારી હતી.

App Store

સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

આ ટક્કર એટલી ગંભીર હતી કે અકસ્માત બાદ કાર 20 ફૂટ દૂર જઈને ઊભી રહી. સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જેના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે. જોકે, ઈજાગ્રસ્ત સાયકલ ચાલક અને કાર ચાલક વચ્ચે સમાધાન થઈ જતાં આ બનાવ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.  

બંને પક્ષે સમાધાન, પોલીસ ફરિયાદ નહીં

આ દુર્ઘટનાને સઈને જી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત સાઇકલચાલકનું નિવેદન નોંધ્યું હતું. જોકે, ઈજાગ્રસ્ત સાઇકલચાલક અને કારચાલક વચ્ચે આર્થિક બાબતો સહિતની અન્ય બાબતે સમાધાન થઈ જતાં, પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.