Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Corporation's decision to close schools and colleges on July 24 due to heavy and heavy rain forecast in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીના પગલે 24 જુલાઈએ શાળા અને કોલેજો બંધ રાખવા કોર્પોરેશનનો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે આવતીકાલે, તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પરિસ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા તેમજ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

App Store

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

ભારે વરસાદના કારણે માત્ર રિવરફ્રન્ટ જ નહીં, પરંતુ શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ મોટા પાયે પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે. રિવરફ્રન્ટ બંધ થતાં અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડી છે. માર્ગો બંધ થવાને કારણે શહેરના મુખ્ય એપ્રોચ રોડ પર ટ્રાફિકનું ભારે ભારણ જોવા મળી રહ્યું છે. મુસાફરોને અગવડતાથી બચવા અને સુરક્ષિત રહેવા માટે બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા દર્શાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

શ્યામલ ચાર રસ્તાથી લઈને છેક પ્રહલાદ નગર સુધી સમગ્ર રોડ ઉપર પાણી ભરાતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સ્કૂલો છુટતાં બાળકોને લેવા પહોંચેલા વાલીઓ પણ ભારે વરસાદમાં ફસાયા હતા.  ગોતા, પકવા અને ઈસ્કોન પાસે ટ્રાફિક જામમાં લોકો અટવાયા છે. થલતેજ અંડરપાસ પાસે વાહનચાલકો અટવાયા છે. બ્રિજ પાસેના રસ્તા પાણીમાં ગરકાવ થતાં લોકો હેરાન પરેશાન થયા છે. ગોતાથી લઈને વાયએમસીએ સુધીના રસ્તા પર ઠેરઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. શ્યામલ ચારરસ્તાથી લઈને છેક પ્રહલાદનગર ચાર રસ્તા સુધી ઢીંચણ સમા પાણીને લીધે અનેક વાહનચાલકો ફસાયા છે. 

ટોપિક્સ:GSTV NewsGujarati News