VIDEO: પોલીસકર્મીના વીડિયો મામલે વિવાદ
સોર્સ : gstv
અમદાવાદના લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર માનસિંગ સોલંકીની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. તેમણે “મયુરીબા” અને “લાડકી ભાણીબા” નામથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં પોલીસ યુનિફોર્મમાં મહિલા પોલીસકર્મી ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં મહિલા પોલીસકર્મીએ બોલિવૂડ ફિલ્મના પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા સંવાદનો ઉચ્ચાર કર્યો હતો. આ વીડિયો પોલીસ વિભાગની ગરિમાને લાંછન લગાડતો હોવાના આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મામલે વીડિયો પોસ્ટ કરનાર પૂર્વ કાઉન્સિલરની પોસ્ટને લઈને વિવાદ વકર્યો છે.

