Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Clashes between patient's relatives and security guards at SMS Hospital

VIDEO: SMS હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી SMS હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય બોલાચાલી બાદ સિક્યુરિટી ગાર્ડે ડંડાથી દર્દીના સગાને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દર્દીના સગા પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા ન હોવા છતાં પોલીસે વીડિયોના આધારે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે. હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને લઈને દર્દીઓ અને તેમના સગાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News