VIDEO: અમદાવાદના લાલદરવાજા પાલિકા બજાર બહારથી CISF નો નકલી DSP ઝડપાયો, કારંજ પોલીસે કરી ધરપકડ
સોર્સ : gstv
અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલ પાલિકા બજાર બહારથી નકલી CISF અધિકારી ઝડપાતાં ચકચાર મચી જવા પામી છે. પોતે CISF નો DSP હોવાની ખોટી ઓળખ આપીને લોકો પર રોફ જમાવતા ૩૧ વર્ષીય અઝમા એ સિકંદર કમ્બોઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. કારંજ પોલીસની ટીમ તપાસ કરી રહી હતી તે દરમિયાન શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતાં તેની પાસેથી CISF ના DSP રેન્કનું નકલી આઈડી કાર્ડ મળી આવ્યું હતું. આ મામલે કારંજ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આ નકલી આઈકાર્ડથી ક્યાં-ક્યાં રોફ જમાવતો હતો અને તેનો શું હેતુ હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

