VIDEO: અમદાવાદના જગતપુર રોડ પર કારના દરવાજા ખોલી જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
સોર્સ : gstv
અમદાવાદ શહેરના જગતપુર રોડ પરથી જોખમી કાર સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કે યુવક ચાલુ કારે દરવાજા ખુલ્લા રાખીને જીવના જોખમે સ્ટંટ કરતા નજરે પડે છે. આટલું જ નહીં, કાયદાનો ભંગ કરીને નંબર પ્લેટ વગરની કારમાં આ સ્ટંટ અંજામ આપવામાં આવ્યો હતો અને બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જાહેર રોડ પર અન્યોના જીવને પણ જોખમમાં મુકતા આ વીડિયો ધ્યાને આવતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે..

