VIDEO: ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના વધુ 4 દિવસના રિમાન્ડ
સોર્સ : gstv
અમદાવાદ ફાયર NOC માટે લાંચ માંગવાના કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન ડોંગરેના વતન ભોપાલ ખાતે આવેલા બેન્ક લોકરની સર્ચ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે આરોપી અમિત ડોંગરેને પોલીસ ભોપાલ લઈ જશે. લાંચ કેસમાં વચેટિયા તરીકે ઝડપાયેલા ભાવસિંહ ઝાલાને વધુ રિમાન્ડ ન મળતાં સાબરમતી જેલ ખાતે મોકલી દેવાયો છે. હવે ભોપાલમાં બેન્ક લોકરની તપાસ દરમિયાન શું બહાર આવે છે તેના પર તપાસ એજન્સીની નજર રહેશે.

