VIDEO: અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સામે લાંચ કેસમાં ગાળિયો મજબૂત
સોર્સ : gstv
અમદાવાદમાં લાંચ કેસ મામલે ચર્ચામાં આવેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વચોટિયા ભાવસિંહ ઝાલા સામે એસીબીએ ગાળિયો વધુ મજબૂત બનાવ્યો છે. તપાસ દરમિયાન એસીબીએ ડોંગરેના ત્રણ બેંક ખાતા અને એક લોકર સીઝ કર્યા છે, તેમજ તેમના ઘેરથી રોકડ રકમ પણ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે એનઓસી મેળવનાર વેપારીઓને અમુક ચોક્કસ વેપારીઓ પાસેથી જ મટીરિયલ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું. હવે એસીબી દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન જારી કરાયેલી તમામ ફાયર એનઓસી અને ફટાકડાના પરવાનાઓની ઝીણવટભરી ઉલટ તપાસ હાથ ધરવામાં આવશે.

