Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BJP welcomed the accused in the murder case in ahmedabad

VIDEO: ભાજપે હત્યા કેસના આરોપીઓને ખેસ પહેરાવી આપ્યો આવકાર, શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીએ મૂલ્યો નેવે મૂક્યા હોવાની ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપે પોતાના મૂલ્યો નેવે મૂક્યાં હોવાની ચર્ચા ભાજપના કાર્યકર્તામાં થઈ રહી છે. અમદાવાદમાં અસારવા વોર્ડના મહામંત્રીની હત્યાના કેસમાં આરોપીને ભાજપે ખેસ પહેરાવી મીઠો આવકાર આપ્યો છે. ભાજપ નેતા વિશાલ શ્રીમાળીની હત્યાના આરોપી હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી ભાજપમાં જોડાયા છે.

App Store

બંને બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ અને પૂર્વમંત્રી વલ્લભ કાકડિયાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. બંને હત્યાના આરોપીઓને ભાજપમાં આવકારો મળ્યાં બાદ કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે, શું સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ ખૂટી પડ્યા છે કે પાર્ટીએ ગુનાખોરીનો દાગ લાગેલા નેતાઓ માટે લાલ જાજમ પાથરવી પડી?