Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Big revelation in Bhavnagar Lattakkad: Toxic Methanol reached Sarkhej from Delhi

VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડમાં થયો મોટો ખુલાસો: દિલ્હીથી સરખેજ થઈ પહોંચ્યું હતું ઝેરી મિથેનોલ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં મિથેનોલ ઉમેરેલો નકલી વિદેશી દારૂ પીવાથી થયેલા લઠ્ઠાકાંડની તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભાવનગર, મધ્ય પ્રદેશ, અમદાવાદ તેમજ અન્ય રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમજ પુરાવાને આધારે જાણવા મળ્યું હતું કે નકલી દારૂ બનાવવા માટેનો મુદ્દામાલ દિલ્હીથી ટ્રાન્સપોર્ટમાં સરખેજ મોકલવામાં આવ્યો હતો. જે ભાવનગરના બુટલેગર સરખેજ આવીને લઈ ગયા હતા અને ભાવનગરમાં નકલી દારૂ મંગાવ્યો હતો. ત્યારે મધ્ય પ્રદેશ બાદ દિલ્હીનું કનેક્શન સામે આવતા મોનિટરિંગ સેલની એક ટીમને દિલ્હી મોકલવામાં આવી છે.

App Store

બુટલેગરો સરખેજ આવીને નકલી દારૂ બનાવવાનો મુદ્દામાલ લઈ આવ્યા હતા: દિલ્હી અને અન્ય રાજ્યોમાં ટીમ રવાના કરાઈ

ભાવનગરના ઘોઘા નજીક નકલી વિદેશી દારૂ પીવાથી થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક સાતથી ઉપર પહોંચ્યો છે અને હજુપણ વધવાની સંભાવના છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરવાની સાથે નકલી દારૂ બનાવવા માટેનું મિથેનોલ કેમિકલ, ખાલી બોટલો, રોયલ સ્ટેગના સ્ટીકર્સ, ઢાંકણા અને અન્ય મટીરીયલ અંગે તપાસ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે મિથેનોલ કેમિકલનો જથ્થો દિલ્હીથી સરખેજ સ્થિત ટ્રાન્સપોર્ટની ઓફિસ સુધી લાવવામાં આવ્યો હતો. જ્યાંથી બુટલેગરોએ રિસીવ કર્યો હતો અને મધ્ય પ્રદેશથી આવેલા એક વ્યક્તિએ નકલી દારૂ બનાવવામાં મદદ કરી હતી.

રોયલ સ્ટેગના નકલી દારૂની ગુણવત્તા અંગે કોઈને ખ્યાલ ન આવે તે માટે નકલી દારૂમાં અસલી રોયલ સ્ટેગ દારૂ ઉમેર્યો હતો. જેનો જથ્થો મધ્ય પ્રદેશથી મંગાવ્યો હતો. પોલીસે મધ્ય પ્રદેશથી ભાવનગર આવેલા દારૂના ટ્રાન્સપોર્ટના રૂટ અંગે પણ સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. પોલીસે આ અંગે સરખેજના ગોડાઉનના તેમજ અન્ય રૂટના સીસીટીવી ફુટેજ પણ જપ્ત કર્યા છે.સાથે સાથે દિલ્હીથી પાર્સલ મોકલનાર અંગેની પ્રાથમિક વિગતો મેળવીને મોનિટરિંગ સેલના અધિકારીઓએ એક ટીમને દિલ્હી ખાતે મોકલી છે. ભાવનગરના લઠ્ઠાકાંડ મામલે રાજ્યના ગૃહવિભાગે દરરોજની તપાસનો રિપોર્ટ સાંજે સબમીટ કરવા માટે સુચના આપી છે. સાથેસાથે દિવસમાં બે વાર ડીજીપીને પણ રિપોર્ટ અંગે અપડેટ કરવા માટે આદેશ કરાયા છે.

નકલી દારૂનો મોટો જથ્થો હજુ પણ ફરતો હોવાની આશંકા

ભાવનગરના બુટલેગરે ચાર ગણો નફો કમાવવા માટે નકલી દારૂ બનાવવા માટે મધ્ય પ્રદેશના એક વ્યક્તિને ખાસ કામગીરી સોંપી હતી. તેણે મિથેનોલનું પ્રમાણ પાંચ થી સાત ટકા જેટલું રાખવાને બદલે 20 ટકા ઉપર રાખતા દારૂ ઝેરી બની ગયો હતો. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ હજુ પણ દારૂનો મોટો જથ્થો ભાવનગર અને આસપાસના વિસ્તારમાં ફરી રહ્યો છે. આ બાબતનો ખુલાસો પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછમાં થયો છે.

લઠ્ઠાકાંડમાં 7ના મોત, 8 લોકો સારવાર હેઠળ, 7 ડિસ્ચાર્જ

ભાવનગર લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત દર્દીઓ સર ટી.હોસ્પિટલ અને શહેરની જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. ગત મોડી રાત્રે જય ભટ્ટી નામના યુવકનું મોત નિપજતા અત્યાર સુધીમાં કુલ મૃતકઆંક સાત થયો છે. તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાત દર્દીને રજા આપવામાં આવી છે. તેમજ ત્રણ નવા દર્દીઓ જયદીપ પરમાર, ભાવિન વિંધાણી અને અવિનાશ પરમારને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.

એલસીબી તથા વરતેજ પીઆઈ અને મહિલા પોલીસકર્મી સસ્પેન્ડ

એક તરફ આ મામલે તપાસ ચાલી રહી છે બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગતરોજ વરતેજ પોલીસ મથકના ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યાં બાદ આજે એલસીપી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને, વરતેજ પીઆઈ એસ.બી.પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી માટે નિલમબાગ પોલીસ મથકા મહિલા પોલીસકર્મી ઉષા ભીમાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News