VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડ: ક્રિમિનલ બાર એસોસિએશને આરોપીઓ તરફથી વકીલાત ન કરવાનો લીધો નિર્ણય
સોર્સ : gstv
ભાવનગર નકલી દારૂ અને લઠ્ઠાકાંડ મામલે પકડાયેલા આરોપીઓ સામે બાર એસોસિએશને સખત રૂખ અપનાવ્યો છે. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે કે આ પ્રકરણમાં સંડોવાયેલા કોઈપણ આરોપી તરફથી કોઈ પણ વકીલ કેસ લડશે નહીં...એસોસિએશનના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર ડાભીએ જણાવ્યું હતું કે આવા ગંભીર ગુનાના આરોપીઓનો કેસ લડીને કમાયેલો રૂપિયો વકીલોને ખપે નહીં, તેથી તમામ વકીલોએ આ આરોપીઓની વકીલાત ન કરવાનો નિર્ણય કર્યો છે.

