VIDEO: મોંઘવારીનો મોટો ફટકો: કાચા માલના ભાવ વધતા કપડાં અને ગારમેન્ટ થશે મોંઘા
સોર્સ : gstv
વધતી જતી મોંઘવારીની ગંભીર અસર હવે ટેક્સટાઈલ અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કાચા માલના ભાવમાં સતત વધારો થવાથી ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. કાપડના મુખ્ય કેન્દ્ર એવા અમદાવાદમાં રૂ ની ઘાસડી અને યાર્નના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે કોટનના કપડામાં ૧૫ થી ૨૦ ટકા અને પોલિસ્ટરમાં ૧૦ થી ૧૫ ટકા સુધીનો ભાવવધારો નોંધાયો છે. ઇંધણ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાથી ફેક્ટરી માલિકો તેમજ વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. વર્તમાન સમયમાં લોકો રેડીમેડ ગારમેન્ટ વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ હવે મોંઘવારીના કારણે સામાન્ય જનતાએ ખરીદી માટે ખિસ્સા વધુ ખાલી કરવા પડશે.

