VIDEO:તહેમૂલ શેઠનાને હાઈકોર્ટનો મોટો ઝટકો
સોર્સ : GSTV
વિવાદિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તહેમૂલ શેઠનાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે અરજી ફગાવી દેતા 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.તહેમૂલ શેઠનાએ ટ્રાયલ દરમિયાન સાક્ષી પારુલ મોદીના માનસિક સ્વાસ્થ્ય અંગેના મેડિકલ સર્ટિફિકેટ પર સવાલ ઉઠાવી અપીલમાં વધારાના પુરાવા રજૂ કરવાની માંગ કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે ટ્રાયલમાં તેમણે આ સર્ટિફિકેટ વિરુદ્ધ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. અપીલ તબક્કે આ મુદ્દો ઉઠાવવો માત્ર વિલંબ કરવાની યુક્તિ છે.કોર્ટે નોંધ્યું કે અરજદાર અગાઉ પણ આવી અરજીઓ કરી ચૂક્યા છે જે ફગાવાઈ હતી. તહેમૂલ શેઠના પર ટ્રસ્ટના નામે ખોટી સહીઓથી 6 કરોડથી વધુના નાણાકીય વ્યવહારોના આરોપ છે. ટ્રાયલ કોર્ટે તેમને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

