VIDEO: ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પરેશ લાડે ભવ્ય સ્વાગત વચ્ચે પદભાર સંભાળ્યો
સોર્સ : gstv
ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પરેશ લાડ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચતા જ કાર્યકરો દ્વારા આતશબાજી, ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યાલય ખાતે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના કરી વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સામાન્ય કાર્યકરને આવી મોટી જવાબદારી માત્ર ભાજપમાં જ મળી શકે છે. તેમણે સૌને સાથે રાખી મનદુઃખ દૂર કરીને પક્ષનો વ્યાપ વધારવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખો, સાંસદ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં પ્રદેશ, તાલુકા તથા શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

