VIDEO: ભાદરવી પૂનમ મેળો: પશ્ચિમ રેલવે દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સ્ટોપેજ અને બસ સુવિધાની જાહેરાત
સોર્સ : gstv
ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ટ્રેનને તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર સ્ટેશન પર ૨૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે….. અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ પણ ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન વોંઘ સ્ટેશને રોકાશે. ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી માટે સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેનાથી શ્રદ્ધાળુઓનો સમય અને રિક્ષા ભાડું બચશે તથા મુસાફરી વધુ સરળ બનશે.

