Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Banners banning entry for political parties put up in Vastral

VIDEO: Ahmedabad / સુવિધાઓના અભાવે રહીશોમાં રોષ; વસ્ત્રાલમાં રાજકીય પક્ષો માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદના શહેરના વસ્ત્રાલ વોર્ડમાં આવેલી એક સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે તમામ રાજકીય પક્ષોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. રહીશોએ સોસાયટીના મુખ્ય ગેટ પર જ બેનરો લગાવી દીધા છે કે કોઈ પણ પક્ષના નેતાએ પ્રચાર માટે અંદર આવવું નહીં.

App Store

ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વેદાંત સ્કાય લાઇન સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. રહીશોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે નેતાઓ દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેને પગલે હવે એકસૂરે રહીશોએ ચૂંટણી પહેલા જ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. સોસાયટીની બહાર લાગેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, "કોઈપણ રાજકીય પક્ષોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં." રહીશોનું કહેવું છે કે જ્યારે કામની જરૂર હોય ત્યારે નેતાઓ દેખાતા નથી, તો હવે વોટ માંગવા માટે પણ તેમણે સોસાયટીમાં આવવાની જરૂર નથી.