Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 71-year-old man cheated of Rs 1.43 crore in the name of digital arrest

VIDEO: Ahmedabad / ડિજિટલ એરેસ્ટના નામે 71 વર્ષીય વૃદ્ધ સાથે 1.43 કરોડની ઠગાઈ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. હવે ઠગબાજોએ પોલીસના નામે ડરાવીને લોકોને ડિજિટલ બંધક બનાવવાની નવી પદ્ધતિ અપનાવી છે. અમદાવાદના એક 71 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને સાયબર ક્રાઇમ ઓફિસરની ઓળખ આપી, એક અઠવાડિયા સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખીને રૂ. 1.43 કરોડ પડાવી લેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે.

App Store

ભોગ બનનાર વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ 'સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર' તરીકે આપી હતી. ઠગબાજોએ વૃદ્ધને ધમકી આપતા જણાવ્યું હતું કે, તેમના મોબાઈલ નંબર પરથી અજાણી મહિલાઓને અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યા છે. આ ગંભીર ગુનામાં તેમની ધરપકડ કરવાની ધમકી આપીને તેમને માનસિક રીતે ડરાવી દેવામાં આવ્યા હતા. તપાસના નામે અને કેસમાંથી મુક્તિ અપાવવાના બહાને ઠગબાજોએ વૃદ્ધ પાસેથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 1 કરોડ 43 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.