Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BJP Workers allege tickets were sold for Rs. 25-30 lakhs

VIDEO: Ahmedabad / ભાજપમાં ટિકિટનો વિવાદ વકર્યો; રૂ. 25-30 લાખમાં ટિકિટ વેચાઈ હોવાનો કાર્યકરોનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થતાની સાથે જ આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. શહેરના ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચ્યો છે. વર્ષોથી ભાજપ માટે કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

ઇન્ડિયા કોલોની વોર્ડના કાર્યકરોએ પક્ષના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આ વોર્ડમાં રૂ. 25 થી 30 લાખ જેટલી મોટી રકમ લઈને ટિકિટોની લહાણી કરવામાં આવી છે. જે લોકોએ ભાજપમાં ક્યારેય સક્રિય કામગીરી કરી નથી, તેમને ટિકિટ આપી દેવામાં આવતા પાયાના કાર્યકર્તાઓ પોતાને છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયા અને ગ્રુપ મેસેજમાં કાર્યકરોનો આક્રોશ વહેતો થયો છે.  મેસેજમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે  ભાજપના કાર્યકર્તાઓની કોઈ વેલ્યુ નથી.  અન્યાયની લાગણી અનુભવી રહેલા ઇન્ડિયા કોલોની વોર્ડના અનેક કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે.