Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BJP reposed faith in Devang Dani

VIDEO: Ahmedabad / દેવાંગ દાણી પર ભાજપે ફરી મૂક્યો વિશ્વાસ: ફોર્મ ભરતા પહેલા ગણપતિ મંદિરે કર્યા દર્શન

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે શહેરના પ્રતિષ્ઠિત ગણાતા બોડકદેવ વોર્ડ ના ભાજપના ઉમેદવારો આજે ખાસ ચર્ચામાં રહ્યા હતા.

App Store

બોડકદેવ વોર્ડના ભાજપના ઉમેદવાર દેવાંગ દાણી અને ધરમશી દેસાઈ આજે ફોર્મ ભરવા જતાં પહેલા વસ્ત્રાપુર ખાતે આવેલા પ્રાચીન ગણપતિ મંદિરે પહોંચ્યા હતા. બંને ઉમેદવારોએ ભગવાન ગણેશની વિધિવત પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા.  બોડકદેવ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અનુભવી નેતા દેવાંગ દાણીને રિપીટ કર્યા છે. દેવાંગ દાણીની ગત ટર્મની કામગીરી અને સંગઠન પરની પકડને ધ્યાનમાં રાખીને પક્ષે ફરી એકવાર તેમના પર ભરોસો મૂક્યો છે. તેમની સાથે ધરમશી દેસાઈ પણ આ ચૂંટણી જંગમાં જોડાશે.