Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ban on selling fruits and vegetables on public roads in Ahmedabad

VIDEO: અમદાવાદમાં જાહેર રોડ પર ફ્રૂટ-શાકભાજી વેચવા પર પ્રતિબંધ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં જાહેર રોડ ઉપર શાકભાજી અને ફ્રુટ વેચવા ઉપર મનાઈ ફરમાવાઈ છે. લારીધારકો અને પાથરણાવાળાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક નિયમો લાગુ કર્યા છે..રોડ ઉપર લારીઓ ઉભી રાખી અને શાકભાજી તેમજ ફ્રૂટ વેચવાના કારણે ટ્રાફિક  થાય છે..જેના પગલે શાકભાજીના વેપારીઓ માટે નવા દિશા નિર્દેશ જાહેર કરાયા છે. માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટમાં જ વેપારીઓ વેચાણ કરી શકશે..જો કોઈ વેપારીઓ જાહેર રોડ કે ફૂટપાથ પર વેચાણ કરશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓને રોડ પરથી હટાવી અને લારી તેમજ સામાન જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તેમજ રસ્તા ખુલ્લા કરવા આ વ્યવસ્થા ગોઠવાઈ છે.

App Store