VIDEO: અમદાવાદમાં શાળા કેમ્પસમાં ગરબા ક્લાસ ચલાવવા મુદ્દે ત્રણ સ્કૂલો સામે DEOની તપાસ
સોર્સ : gstv
અમદાવાદના મણિનગર સ્થિત જયમન દવે અને શેઠ શ્રી હિરાભાઈ કન્યા વિદ્યાલયની મનમાની સામે આવી છે, જ્યાં શિક્ષણ કચેરીની મંજૂરી વગર જ સાંજના સમયે શાળા કેમ્પસ ગરબા ક્લાસ માટે ભાડે આપી દેવાયું હતું. આ ઘટનાના વીડિયો અને પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં DEO કચેરીએ શાળાને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત અમદાવાદની શ્રેયસ ફાઉન્ડેશન અને નાલંદા સ્કૂલ સામે પણ ગરબા ક્લાસ ચલાવી આર્થિક લાભ મેળવવાની ફરિયાદો મળતાં DEO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શૈક્ષણિક સિવાયની પ્રવૃત્તિથી કમાણી કરવા મામલે પોલીસ અને શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

