Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : As there was heavy rain in Ahmedabad, the system was running in Maniasa area

VIDEO: અમદાવાદમાં વગર વરસાદે ભુવો પડતાં મણિયાસા વિસ્તારમાં તંત્ર દોડતું થયું

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં વરસાદ વગર જ ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના ખોખરા વોર્ડમાં મણિયાસા પાસે ડ્રેનેજ લાઈન પર અચાનક મોટો ભુવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આસપાસ બેરીકેટિંગ કરી રસ્તો સુરક્ષિત કરવામાં આવ્યો હતો. હાલ ભુવાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડ્રેનેજ લાઈન પર ભુવો પડતા વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે, અમદાવાદમાં વારંવાર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ભુવા પડવાની સમસ્યા કાયમી ધોરણે અટકાવવામાં તંત્ર કેટલું સફળ રહ્યું છે તેવો સવાલ ઉઠી રહ્યો છે.

App Store