VIDEO: ANDARNI VAAT / અમદાવાદમાં કોમી એકતાની અનોખી ભાત: હિન્દુ બહેનો માટે મુસ્લિમ કલાકારે બનાવી આકર્ષક રાખડીઓ!
ગુજરાતના અમદાવાદ શહેરમાંથી કોમી એકતા અને સામાજિક સદ્ભાવની એક સુંદર અને પ્રેરણાદાયી તસવીર સામે આવી છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે હિન્દુ બહેનો માટે મુસ્લિમ કલાકાર મોહમ્મદ ઈકબાલ બેલિમ અત્યંત પ્રેમ અને આસ્થા સાથે વિવિધ થીમ આધારિત આકર્ષક રાખડીઓ તૈયાર કરી રહ્યા છે. છેલ્લા ૫૦ વર્ષથી હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે કાર્યરત બેલી મોહમ્મદ ઈકબાલ સત્તાર ભાઈ પોતાની કળા થકી માત્ર રક્ષાસૂત્ર નથી બનાવી રહ્યા, પરંતુ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની અનોખી મિશાલ પણ પેશ કરી રહ્યા છે.
ઈકબાલ ભાઈની આ સફરમાં તેમના પ્રથમ પાર્ટનર રાધેશ્યામ ગુપ્તા હતા અને હવે તેમના પુત્ર સુનિલ ગુપ્તા સાથે મળીને તેઓ આ કળાને આગળ ધપાવી રહ્યા છે. આ વખતે તેમણે માત્ર પરંપરાગત રાખડીઓ જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિ લાવતી વિશેષ થીમ આધારિત રાખડીઓ બનાવી છે. દેશભક્તિનો સંદેશ આપવા માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા થીમની રાખડીઓ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદીના અભિયાનથી પ્રેરિત થઈને વ્યસન મુક્તિ થીમની રાખડીઓ પણ બનાવવામાં આવી છે, જેથી બહેનો પોતાના ભાઈના કલાઈ પર રાખડી બાંધીને વ્યસન છોડવાનો સંકલ્પ લેવડાવી શકે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

