VIDEO: અમદાવાદમાં મેઘરાજાનું આગમન: વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી
સોર્સ : gstv
અમદાવાદમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ... શહેરના જમાલપુર સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો... વડાપ્રધાન મોદીના જન્મદિન અંતર્ગત યોજાનાર દીપ પ્રાગટ્ય અને સેવાકીય કાર્યક્રમોને લઈને આ વરસાદને કારણે આયોજકોમાં થોડી ચિંતા જોવા મળી હતી....હવામાનમાં આવેલા આ પલટાથી લોકોને ગફલતભરી ગરમીથી રાહત મળી છે, પરંતુ ખુલ્લામાં યોજાતા કાર્યક્રમોના આયોજનો પર પાણી ન ફરે તે માટે તંત્ર અને આયોજકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે....વરસાદી માહોલ વચ્ચે શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી છે.

