VIDEO: અમદાવાદમાં વરસાદ અને ગણેશ પર્વની માંગ વચ્ચે ઓછી આવક થતાં ફૂલોના ભાવમાં ચારથી પાંચ ગણો ભાવવધારો
સોર્સ : gstv
અમદાવાદમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી થઈ રહેલી ઉજવણીને પગલે બજારમાં ફૂલોની માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ફૂલોનો પાક ખરાબ થતાં આવકમાં મોટો ઘટાડો થયો છે, જેની સામે ઉત્સવના કારણે સામાન્ય દિવસો કરતાં ફૂલોની માંગ ચારથી પાંચ ગણી વધી ગઈ છે. આવક ઓછી અને માંગ વધુ હોવાને કારણે ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવની વાત કરીએ તો સામાન્ય રીતે રૂ ૩૦ પ્રતિ કિલો વેચાતા ગલગોટા ૬૦, ૧૨૦થી ૧૩૦માં મળતા ગુલાબ ૨૦૦ અને ૮૦૦થી ૯૦૦ના ભાવે મળતા ઓર્ચિડ સીધા ૨૦૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

