VIDEO: આનંદ નિકેતન સ્કૂલ કાચ વિવાદ: બોડકદેવ પોલીસે સ્કૂલ તંત્રને નોટિસ પાઠવી
સોર્સ : gstv
અમદાવાદ શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં બાળકના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવાના વિવાદમાં બોડકદેવ પોલીસે તપાસ તેજ કરી છે. વાલીની અરજી બાદ પોલીસે નિવેદન નોંધવા માટે સ્કૂલ તંત્રને નોટિસ પાઠવી છે… આ કેસમાં કેન્ટીન સંચાલક, શિક્ષકો સહિત સ્કૂલ સાથે જોડાયેલા વિવિધ લોકોના નિવેદન લેવામાં આવશે. આ ઉપરાંત, પોલીસે ટ્રસ્ટી પાસે જવાબદાર વ્યક્તિઓની માહિતી અને ઘટના સમયના સીસીટીવી (CCTV) ફૂટેજની માંગણી કરી છે.

