આ રાશિના જાતકોના જીવનમાં રહેશે આનંદ જ આનંદ, 14 ઓગસ્ટ 2026, શુક્રવારનું રાશિફળ

મેષ : આપની બુદ્ધિ, અનુભવ, આવડત, મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા મળી રહે.
વૃષભ : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. ઘર- પરિવારની ચિંતા અનુભવાય.
મિથુન : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : આપને કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામ થઈ શકે. કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડે.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કન્યા : આપે રાજકીય- સરકારી, ખાતાકીય કામમાં સંભાળવું પડે વાદ-વિવાદ, ગેરસમજ- મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું.
તુલા : આપના કામની કદર- પ્રશંસા થવાથી આપને આનંદ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક થાય, આનંદ રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર- પરિવાર- સગા- સંબંધી વર્ગ મિત્રવર્ગના કામ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ અનુભવાય.
ધન : બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય, પરદેશના કામ થઈ શકે. અગત્યના કામ અંગેની મિલન- મુલાકાત થાય.
મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. મિલન- મુલાકાત થઈ શકે.
મીન : નોકરી- ધંધામાં આપના કામ સિવાય અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભાર- દોડધામ- શ્રમ વધે.

