VIDEO: આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં આરપારની લડાઈ: આઉટસોર્સ કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ!
આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં યોગ્ય પગાર વધારાની માંગણી સાથે આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. આ મામલે મહાનગરપાલિકાના કમિશનર આર. એન. ડોડીયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કર્મચારીઓની હડતાળ હોવા છતાં શહેરની તમામ આવશ્યક સેવાઓ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. પગાર વધારાનો પ્રશ્ન નીતિ વિષયક બાબત હોવાનું જણાવીને વહીવટી તંત્ર દ્વારા તમામ આઉટસોર્સ કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની ફરજ પર પરત ફરવા માટે હાકલ કરવામાં આવી છે. બીજી તરફ, હડતાળ પર ઉતરેલા તમામ કર્મચારીઓ એકજૂથ થઈને પોતાની વ્યાજબી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી મક્કમતાથી લડત ચાલુ રાખવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. વહીવટી તંત્રની અપીલ છતાં કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહેતાં મહાનગરપાલિકા અને કર્મચારીઓ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.

