VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં નાગરિકોની સુવિધાઓ, વિકાસકાર્યો અને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંસદો અને ધારાસભ્યો સાથે એક ખાસ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જોકે, નાગરિકોના મહત્વના પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ અંગેની આ મહત્વપૂર્ણ બેઠકમાં અમદાવાદ શહેરના માત્ર ૮ ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નરોડા, દાણીલીમડા, સાબરમતી અને વટવા વિસ્તારના ધારાસભ્યો ગેરહાજર રહેતા સ્થાનિક વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. પ્રજાના પ્રાણપ્રશ્નો અંગેની આવી મહત્વની રજૂઆત બેઠકમાંથી ધારાસભ્યોની ગેરહાજરીને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

