Video: 'અમિત ચાવડાનો ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ...', યજ્ઞેશ દવેના કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા નિવેદનો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) આક્રમક બની છે. ભાજપના નેતા અને મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ અમિત ચાવડા અને કોંગ્રેસ પક્ષ પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા છે.
ડૉ. દવેએ આરોપ લગાવ્યો છે કે અમિત ચાવડા "ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે" અને તેઓ કોંગ્રેસના શાસનકાળમાં પ્રવર્તતી અરાજકતાને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના મજબૂત નેતૃત્વ હેઠળ રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ છે, જેને ડહોળવાના કોઈપણ પ્રયાસને સાંખી લેવામાં આવશે નહીં. ડૉ. દવેએ ઉમેર્યું કે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે અને જો કોઈ વ્યક્તિને પ્રશ્ન હોય તો સરકાર તેનું સમાધાન કરવા માટે તત્પર છે. વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કૃષિ મંત્રી સતત પ્રયત્નશીલ છે અને તેના ઉકેલ માટે કાર્યરત છે.

