Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: A teenager raped a 3-year-old girl in Noblenagar.

Ahmedabad news: નોબલનગરમાં 3 વર્ષની બાળકી પર કિશોરે ચઢાવી દીધી કાર, સદનસીબે માસૂમનો આબાદ બચાવ

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના  નોબલ નગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે, જેમાં 3 વર્ષની બાળકી પર કિશોરે કાર ચઢાવી દીધી, સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો હતો. 3 વર્ષની બાળકી બંગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી, ત્યારે અચાનક કાર આવીને તેની પર ચઢી ગઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી.

App Store

અવારનવાર કિશોર સોસાયટીમાં કાર ચલાવીને આંતક મચાવે છે

સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે અવારનવાર કિશોર સોસાયટીમાં કાર ચલાવીને આંતક મચાવે છે. સમગ્ર મામલે પોલીસે કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર વિરુદ્ધ કાર્યવાહી કરી છે, અને કાર માલિક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.