Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : When the tailor did not sew the blouse to be worn at the wedding on time

Ahmedabad news: લગ્નમાં પહેરવાનું બ્લાઉઝ દરજીએ સમયસર ન સીવી આપ્યું તો મહિલા ગ્રાહક કોર્ટ પહોંચી, ફટકારાયો આટલો દંડ

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: લગ્નમાં પહેરવાનું બ્લાઉઝ દરજીએ સમયસર ન સીવી આપ્યું તો મહિલા ગ્રાહક કોર્ટ પહોંચી, ફટકારાયો આટલો દંડ
સોર્સ : GSTV

અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં પહેરવા માટેનો બ્લાઉઝ દરજીએ મહિલાને સમયસર ન આપતા મહિલાએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરતા કમિશને દરજીને કસુરવાર ઠેરવી રૂપિયા 7 હજાર મહિલાને ચુકવવા હુકમ કર્યો છે. 

App Store

દરજીને લગ્ન પહેલા બ્લાઉઝ તૈયાર કરી આપવા કહ્યું હતું 

અમદાવાદના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એક મહિલાએ દરજી સામે ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં મહિલાને સગાને ત્યાં લગ્ન હોવાથી તેણે દરજીને લગ્ન પહેલા બ્લાઉઝ તૈયાર કરી આપવા કહ્યું હતું અને દરજીએ પણ બ્લાઉઝની એડવાન્સ રકમ 4,395 રૂપિયા લઇ નિયત કરેલી તારીખે બ્લાઉઝ તૈયાર કરી આપવા કહ્યું હતું, પણ લગ્ન માટે સિવડાવવા આપેલા બ્લાઉઝને દરજીએ સમયસર ન આપતા મહિલાએ ગ્રાહક કમિશન સમક્ષ કેસ કર્યો હતો.

 મહિલા ગ્રાહકને દંડની રકમ 45 દિવસમાં ચૂકવવા હુકમ 

કમિશન સમક્ષ મહિલાએ જણાવ્યું હતું કે 24 ડિસેમ્બર લગ્ન પ્રસંગમાં પહેરવાનો બ્લાઉઝ 14 ડિસેમ્બરે નક્કી થયેલ સમયગાળામાં ઓર્ડર મુજબ સિવેલો ન હતો. સમગ્ર કેસની હકીકત જાણી ગ્રાહક કમિશને દરજીને કસૂરવાર ઠેરવીને ગ્રાહક મહિલાને 4395 રૂપિયા 7% વ્યાજ સહિત પરત આપવા તથા માનસિક હેરાનગતિ તથા કેસના ખર્ચ પેટે વધારાના 7000 ચૂકવવા હુકમ કર્યો છે. દરજીએ આ રકમ મહિલા ગ્રાહકને 45 દિવસમાં ચૂકવવાની રહેશે.