VIDEO: અમિત ચાવડાનો કેન્દ્ર પર પ્રહાર: પેપર લીક મુદ્દે શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ
સોર્સ : gstv
અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દેશમાં વધતા પેપર લીકના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે છેલ્લા 12 વર્ષમાં 150થી વધુ પરીક્ષાઓના પેપર લીક થતાં કરોડો પરીક્ષાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ગુજરાતમાં તલાટી, બિન સચિવાલય, જુનિયર ક્લાર્ક અને LRD જેવી પરીક્ષાઓના ઉદાહરણ આપી તેમણે સમગ્ર ભરતી વ્યવસ્થાને ભ્રષ્ટ ગણાવી. ચાવડાએ ઉમેર્યું કે, લાખોના ખર્ચ અને વર્ષોની મહેનત બાદ પેપર લીક થતાં ઉમેદવારો વયમર્યાદા ગુમાવી બેસે છે. 'છાત્ર ગુંજ' અભિયાન દ્વારા યુવાનો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અને પારદર્શક ભરતી વ્યવસ્થાની માંગ કરી છે.

