Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC will take a big decision regarding Khokhara's Seventh Day School

Ahmedabad news: ખોખરાની સેવન્થ ડે સ્કૂલ મામલે AMC લેશે મોટો નિર્ણય, શું શાળાને લાગી જશે તાળા?

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ખોખરાની  સેવન્થ ડે સ્કૂલ મામલે AMC લેશે મોટો નિર્ણય, શું શાળાને લાગી જશે તાળા?
સોર્સ : GSTV

અમદાવાદની  ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની જાહેરમાં હત્યા મામલે જનઆક્રોશ યથાવત રહ્યો હતો. લોકોએ પ્રચંડ આક્રોશ વ્યક્ત કરીને સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા અથવા તો સરકાર હસ્તક લઈ લેવાની માગણી કરી છે.

App Store

આક્રોશપૂર્ણ રેલી અને દેખાવો યોજતાં ઘર્ષણ થયું હતું

વિદેશમાં શાળાઓના ગન કલ્ચરની જેમ હથિયાર સાથે શાળા સંકૂલમાં હિંસક પ્રવૃતિ કરતા બાળકોની સલામતી મુદ્દે લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યાં છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ આક્રોશપૂર્ણ રેલી અને દેખાવો યોજતાં ઘર્ષણ થયું હતું. પોલીસે ૧૦૦થી વધુ લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજે એસ્ટેટ કમિટીમાં આ મુદ્દે નિર્ણય કરવામાં આવશે

સ્કૂલ સામે AMC મોટો નિર્ણય કરશે, મળતા અહેવાલ પ્રમાણે સ્કૂલનીે્ માપણી ( જમીન ) અને પ્લાન મુજબના બાંધકામની AMC દ્વારા ચકાસણી કરવામાં આવશે. મળતા અહેવાલ પ્રમાણે આજે એસ્ટેટ કમિટીમાં આ મુદ્દે નિર્ણય કરવામાં આવશે. વર્ષ 2001માં મનપાએ 1 રૂપિયાના ટોકન પર 99 વર્ષના ભાડા પટ્ટા પર જગ્યા આપી છે.શરત મુજબ બાંધકામ અને અન્ય શરતોનું પાલન થાય છે કે નહિ તેને લઈને પણ amc તપાસ કરશે.