VIDEO: અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે એએમસી દ્વારા ૩૮ કુંડ તૈયાર, ૨૯૦ ફાયર જવાનો તૈનાત કરાયા
સોર્સ : gstv
અનંત ચૌદસના દિવસે ભારે હૈયે બાપ્પાને વિદાય આપવાની તૈયારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા અનુસાર, શહેરમાં ગણેશ વિસર્જન માટે કુલ ૩૮થી વધુ વિશેષ કુંડ બનાવવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરળતાથી પ્રતિમાનું વિસર્જન કરી શકે...સલામતી અને વ્યવસ્થા જાળવવા માટે ફાયર વિભાગના ૨૯૦ જેટલા અધિકારીઓ અને જવાનો ખડેપગે રહેશે. મોટી પ્રતિમાઓના વિસર્જન માટે કુંડ પર ૩૮ ક્રેનની ખાસ વ્યવસ્થા કરાઈ છે.... પૂજન સામગ્રીના યોગ્યિક નિકાલ માટે પ્રત્યેક કુંડ પાસે ત્રણ વિશેષ ડ્રમ મૂકવામાં આવશે.

