Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 29 Bhuva falls during monsoon in Ahmedabad: Municipal Corporation's Rs two crore Swaha behind repairs

VIDEO: અમદાવાદમાં ચોમાસા દરમિયાન 29 ભુવા પડ્યા: સમારકામ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે કરોડ રૂપિયા સ્વાહા

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં આ ચોમાસાની સિઝનમાં 35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં કુલ 29 જેટલા ભુવા પડ્યા છે. આ ભુવાને પૂરવા અને તેના સમારકામ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં બે કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે...શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે પડેલા ભુવાના રિપેરિંગ પાછળ 28 લાખ 50 હજાર રૂપિયા ખર્ચાયા છે, જ્યારે સાબરમતી વિસ્તારમાં પડેલા ભુવા પાછળ 25 લાખ અને એસ.જી. હાઇવે પર 18 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. દર વર્ષે પડતા આ ભુવાઓ અને કરોડોના ખર્ચ છતાં કાયમી નિરાકરણ ન આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

App Store