VIDEO: અમદાવાદમાં નકલી ડેપ્યુટી મામલતદાર ઝડપાયો
સોર્સ : gstv
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણિનગર વિસ્તારમાંથી નકલી સરકારી અધિકારી બની ફરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસાના નામે બોગસ ઓળખપત્ર રાખતો હતો. આરોપીની ઓળખ 40 વર્ષીય કિરીટકુમાર અમીન ઉર્ફે કે.બી. અમીન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ નકલી પોલીસ બનીને ફરવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને તેની સામે સાત ગુના નોંધાયેલા છે. આરોપી અગાઉ 2014થી 2019 દરમિયાન મોડાસા મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરી ચૂક્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ હવે બોગસ આઈડીનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થયો તથા તેના આધારે કોઈ છેતરપિંડી થઈ છે કે નહીં તે અંગે વધુ તપાસ કરી રહી છે.

