Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad surrounded by black-dibang clouds, Kadaka collapses with Bhadaka rain

VIDEO: અમદાવાદ કાળા-ડિબાંગ વાદળોથી ઘેરાયું, કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ વચ્ચે બપોર બાદ મેઘતાંડવ  જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા... સાંજે 4 વાગ્યાની આસપાસ આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જતાં સમગ્ર શહેરમાં મોડી રાત જેવો અંધકાર છવાઈ ગયો હતો. ભારે પવન અને વિઝિબિલિટી સાવ ઘટી જવાને કારણે રસ્તાઓ પર વાહનચાલકોને ગાડીઓની હેડલાઇટો ચાલુ રાખીને ધીમી ગતિએ વાહનો ચલાવવા મજબૂર બન્યા હતા..વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના ઈસ્કોન મંદિરથી લઈને વટવા, સેટેલાઈટ, નવાવાડજ, રાણીપ, જગતપુર, એસજી હાઇવે, ગોતા, મકરબા, જુહાપુરા, સરખેજ, આનંદનગર સહિતમાં વરસાદી માહોલ સક્રિય થયો છે. એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, મોટેરા, નરોડા, એરપોર્ટ, શાહીબાગ, સરસપુર, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, બાપુનગર, લાલદરવાજા અને જમાલપુર સહિત સમગ્ર શહેરમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો.

App Store