VIDEO: અમદાવાદ રિવરફ્રન્ટ પરથી યુવકની તરતી લાશ મળી, હાથ પર પિતાનો મોબાઈલ નંબર લખેલો જોવા મળ્યો
સોર્સ : gstv
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી એક યુવકની તરતી લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ફાયર વિભાગે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સુપરત કર્યો છે. મૃતકના હાથ પર તેના પિતાનો મોબાઈલ નંબર અને "મારી બોડી મારા પિતાને સોંપી દેજો" તેવી નોટ લખેલી જોવા મળી હતી.પોલીસે તે નંબર પર સંપર્ક કરીને મૃતકના પરિવારજનોને દુઃખદ ઘટનાની જાણ કરી છે. નોંધનીય છે કે આ અગાઉ ગઈકાલે પણ રિવરફ્રન્ટ પરથી એક અજાણ્યું માનવ હાડપિંજર મળી આવ્યું હતું. આ બંને ગંભીર ઘટનાઓ અંગે રિવરફ્રન્ટ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

