Ahmedabad Plane Crash: એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું, એરપોર્ટ આસપાસના વિસ્તારમાં નડતરરૂપ સ્ટ્રકચરનો સરવે શરૂ કર્યો
Ahmedabad Plane Crash: અમદાવાદ શહેરમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેસ દુર્ઘટના બાદ હવે તંત્ર સફાળુ જાગ્યું છે. એરપોર્ટ આસપાસ આવેલા વિસ્તારોમાં નડતરરૂપ સ્ટક્ચરનો સર્વે કરવામા આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ 69 બાંધકામોને વધતા ઓછા અંશે દૂર કરવાનો રિપોર્ટ મહાનગરપાલિકાને આપ્યો છે. અને જે નડતરરૂપ બાંધકામો છે તે દૂર કરવા તાકીદ કરી છે. એરપોર્ટના રિપોર્ટ બાદ મહાનગરપાલિકા દ્વારા 58 જેટલા સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા છે.
હજુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે ચાલુ છે. મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. એરપોર્ટને અડીને આવેલા મેઘાણીનગરના અનેક મકાનો અને સોસાયટી અને ચાલીમાં નડતરરૂપ સ્ટક્ચર માટે સર્વે કરવામાં આવ્યો છે. મેઘાણીનગરના અમર પાર્ક, ન્યૂ અંબિકાનગર અને શ્યામજીની ચાલીમાં સર્વે હાથ ધરાયો હતો. સર્વેમાં પાણીની ટાંકી, મોબાઈલ ટાવર, સોલર પેનલ અને ધાબા કેબિન નડતર રૂપ જોવા મળ્યા હતા.
એરપોર્ટના સર્વે પ્રમાણે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવીઅને પાણીની ટાંકી, મોબાઈલ ટાવર અને દીવાલો દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 12મી જૂન ગુરુવારે બપોરના 1.38 મિનિટે અમદાવાદ એરપોર્ટથી ઉડેલા વિમાને થોડીક સેકંડમાં ક્રેશ થઈ જતા દુર્ઘટના થઈ હતી.

