Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Trump Tariffs: Now banks are afraid of giving loans to exporters, fear of money sinking

 ટ્રમ્પ ટેરિફ: હવે બેંકો નિકાસકારોને લોન આપતા ડરી રહી છે, પૈસા ડૂબી જવાનો ભય

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
 ટ્રમ્પ ટેરિફ: હવે બેંકો નિકાસકારોને લોન આપતા ડરી રહી છે, પૈસા ડૂબી જવાનો ભય
સોર્સ : GSTV News

Trump tariff:  અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરીફ બમણું કરવાના નિર્ણય બાદ  ભારતીય બેંકો હવે નિકાસકારો તરફથી નવી લોન અરજીઓની કડક તપાસ કરી રહી છે, ખાસ કરીને તેમના યુએસ બજાર તેમની હિસ્સેદારી અને તેમની વ્યવસાય સાતત્ય માટે શું યોજનાઓ છે તેના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

App Store

મળતી માહિતી અનુસાર, ભારતની પાંચ સૌથી મોટી બેંકોના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તેઓ તેમના નિકાસ-આધારિત ગ્રાહકો, ખાસ કરીને કાપડ, રત્ન અને ઝવેરાત ઉદ્યોગોના નાણાકીય સ્થિતિની બારીકાઇથી સમીક્ષા કરી રહ્યા છે.

બેંક અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા નિકાસ ધિરાણ દરખાસ્તો અથવા નવીકરણ (રિન્યુઅલ) પર વિચાર કરતી વખતે હવે ઉધાર લેનારાઓની વધુ બારીકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ હોવાથી ઘણા નિકાસ ઓર્ડર હાલમાં હોલ્ડ પર છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક સપ્તાહમાં ભારતીય ઉત્પાદનો પર ટેરીફ બમણું કરીને 50 ટકા સુધી વધારતા નિકાસકારો ચિંતામાં છે. આ નિર્ણયથી ખાસ કરીને શ્રમ-પ્રધાન ઉદ્યોગો પર અસર પડી છે, જે પહેલાથી જ વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરી રહ્યા હતા. આ ઉદ્યોગોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પાસેથી રાહત માંગી છે.

ભારતીય બેંકોને ચિંતા છે કે વેપાર યુદ્ધ ફરીથી તેમની બેલેન્સ શીટ પર દબાણ લાવી શકે છે, જેમ દેશને થોડા વર્ષો પહેલા ખરાબ લોનની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેથી બેંકો હવે આંતરિક રીતે મૂલ્યાંકન કરી રહી છે કે કયા ગ્રાહકોની આવક યુએસ સાથે સૌથી વધુ જોડાયેલી છે.

કેટલાક નિકાસકારો યુએસ ટેક્સથી બચવા માટે ભારતની બહાર ઉત્પાદન ખસેડવા, નવા બજારોમાં વિસ્તરણ કરવા અને યુએસમાં સંપાદન કરવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે.

કેટલીક કંપનીઓ નુકસાન સહન કરવામાં સક્ષમ છે, પરંતુ તેમને બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા સ્પર્ધકો તરફથી લાંબા ગાળાના નુકસાનનો ડર છે, જ્યાં યુએસમાં આયાત પર ઓછો કર લાદવામાં આવે છે.

 

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં જણાવ્યું હતું કે, સરકાર નિકાસકારો સાથે વાતચીત કરી રહી છે. અને "રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે." તે જ સમયે, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) એ કાર્યકારી મૂડી પર વ્યાજ રાહત, ડ્યુટી ડ્રોબેક અને મોરેટોરિયમ જેવા પગલાંની માંગ કરી છે.

અત્યાર સુધી, રેટિંગ એજન્સીઓએ કોઈ પગલાં લીધા નથી, પરંતુ કંપનીઓને ડર છે કે જો રેટિંગ ઘટશે, તો ઉધાર લેવાનો ખર્ચ વધશે. મુંબઈ સ્થિત ક્રિએટિવ ગાર્મેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે

સરકારે કોવિડ-કાળ જેવી કટોકટીની નીતિ અપનાવવી જોઈએ, અને બેંકોને વ્યાજ દર ઘટાડવાનો નિર્દેશ આપવો જોઈએ. કાચા માલ પરની આયાત ડ્યુટી દૂર કરવાની પણ માંગ છે.

ભારત અમેરિકા વ્યાપાર વિવાદના આ દોરમાં ટેરીફના કારણે ભારતીય ઉત્પાદનો સ્પર્ધામાં પાછળ રહી શકે છે. તે જ સમયે, બેંક અને સરકાર બંને સામે પડકાર એ છે કે નિકાસકારોને નાણાકીય સુરક્ષા કેવી રીતે પૂરી પાડવી. બધાની નજર આગામી અઠવાડિયામાં સરકારના પગલાં અને યુએસ નીતિઓમાં સંભવિત ફેરફારો પર છે.