VIDEO: અમદાવાદ-પટના સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો: મુસાફરોને મળશે રાહત
સોર્સ : gstv
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પટના સ્પેશિયલ ટ્રેનના ફેરામાં એક-એક વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ-પટના સ્પેશિયલ ટ્રેન હવે 12 ઓગસ્ટ સુધી અને પટના-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 14 ઓગસ્ટ સુધી દોડશે. આ ટ્રેનનું એડવાન્સ બુકિંગ આજથી એટલે કે 6 ઓગસ્ટથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. રેલવે તંત્રના આ નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે.

