Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Riverfront, a popular tourist spot, becomes 'suicide point'

Ahmedabad news: ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું 'સ્યુસાઈડ પોઇન્ટ', છેલ્લા 10 વર્ષમાં 1628 લોકો ટૂંકાવ્યુ જીવન

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું 'સ્યુસાઈડ પોઇન્ટ', છેલ્લા 10 વર્ષમાં 1628 લોકો ટૂંકાવ્યુ જીવન
સોર્સ : GSTV

અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઈન્ટ બની ગયું છે. છેલ્લા 10 વર્ષમાં જ 1628 વ્યક્તિએ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છેલ્લા 10 વર્ષમાં આપઘાત કરનારામાં 1322 પુરુષ, 290 મહિલા અને 16 બાળકોનો સમાવેશ થાય છે. જાણકારોના મતે સેલ્ફી લેવાના ચક્કરથી માંડીને બીમારી, પ્રેમ સંબંધો, કુટેવો, ઘરના કંકાસથી કંટાળીને લોકો આ પ્રકારનું અંતિમ પગલું ભરી રહ્યા છે.

App Store

ફાયર બ્રિગેડને 10 વર્ષમાં 2044 કોલ્સ મળ્યા

રિવરફ્રન્ટમાં કોઈ વ્યક્તિ આપઘાત કરી રહી હોવાના ફાયર બ્રિગેડને 10 વર્ષમાં 2044 કોલ્સ મળ્યા છે, આ પૈકી 415નો જીવ બચાવવામાં સફળતા મળી છે. ક્યારેક તો નદીમાં નાખવામાં આવતા કચરાને કારણે રેસ્ક્યુ બોટ સમયસર પહોંચી શકતી નથી અને તેને કારણે નદીમાં આપઘાત કરનારને જીવતા બહાર કાઢી શકતા નથી.